Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2010

રાહ જોઇશ

રાહ  જોઇશ

રાહ  જો ઉં  છું તમારી

સ્વપ્ને મળવા  મથી તો નીંદર  રિસાણી,

યાદ  સળવળી તો પાંપણ  ભીંજાણી;

પ્રતીક્ષા હૈયામાં  ભરી તો મનમાં  મૂંઝાણી;

તમે  આવો તો ખરા

હવે તો છેલ્લા શ્વાસે પ્રીતિ મારી રુન્ધાણી

કલ્પનાબેન  સ્વાદિયા

યાદ કરું  છું

તને હું  યાદ કરું છું, સાંભળ મારા હૈયાનો  સાદ,

દીધા’તા કોલ જીવનના, નથી તને શું એ ઘડીની યાદ?

તને હું શમણામાં મળવા  આવું  મદભરી  રાત…  તને0

વિરહની વેદનામાં વીતી રહી છે જિંદગીની  સાંજ,

તને હું ઝંખું  છું (2) મારા રોમ રોમમાં , એક તારો નાદ…

તને હું સંભારું  છું પલ પલ, પલ પલ અશ્રુની મઝધાર,

તારી હું  વાટડી જોઇ  રહી છું પ્રતીક્ષાને દ્વાર..તને હું  સંભારું છું…..

કલ્પનાબેન  સ્વાદિયા

(આ વરસે  વેલેંટાઇન ડે નિમિત્તે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ઇનામ વિજેતા નીવડેલી આ કાવ્યક્રુતિઓ ખાસ “મધપૂડા”નાવાચકો માટે મોકલવા   બદલ  અમે કલ્પનાબેનના આભારી છીએ.)

***********************************

Read Full Post »

 જીવનને સુખમય બનાવવાના  કેટલાક  નુસખા :

આંગળીમાં  કાંટો  વાગે ત્યારે ભગવાનનો  ખૂબ  આભાર માનો કે તે આંખોમાં નથી લાગ્યો.

ત્રીજા વર્ગમાં પાસ થયા હો  તો દુ:ખી ન થાઓ. જે મળ્યું છે તે તમારા પરિશ્રમનું ફળ છે. સારું થયું કે તમારું નામ

નાપાસ થનારાઓમાં નથી.

ચિતા ઓછી કરો.ખેલો-કૂદો વધુ; વાહનમાં ઓછા બેસો; પગથી ચાલો વધુ; નિરાશ ઓછા થાઓ; હસો વધુ;

ખાઓ  ઓછું; પચાવો વધુ; ખર્ચ  ઓછો કરો; બચાવો વધુ; ઉપદેશ ઓછો આપો; કામ કરો વધુ….

(સૌજન્ય: ઇશા કુંદનિકા લિખિત  “ઝરુખે દીવા”)

Read Full Post »

હું આવીશ

તમે  મને  સંભારો તો ખરા;

હું  પ્યારની  સૌગાદ લઇને આવીશ;

 અધૂરા અરમાનની  ખુશ્બુ  લઇને  આવીશ;

  સ્મરણોની માળા લઇને  આવીશ;

 તમે  મને  સંભારો તો ખરા;

હું  સ્નેહની સરવાણી  બનીને  આવીશ;

 મદભરી  મસ્તી લઇને  આવીશ;

  મિલનની મધુર  રાત  બનીને  આવીશ;

 તમે  મને સંભારો તો ખરા;

  જીવનનો  છલોછલ  જામ  બની  આવીશ;

  તારી  વાહ  વાહની  મદિરા બની  આવીશ;

   ગળતી રાતનું નશીલું  પ્રભાત બની  આવીશ…

                                                                                   -કલ્પનાબેન સ્વાદિયા.

Read Full Post »

%d bloggers like this: