Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2009

કયા  ખોયા,  ક્યા   પાયા? 

   
 દિગંબર  સ્વાદિયા 

કહેવાય  છે કે  સમય  અને  સરિતાનાં  વહેણ ક્યારેય  કોઇને માટે  થોભતાં  નથી. એ સદા ગતિશીલ અને  પરિવર્તનશીલ  હોય  છે. આપણે પણ ઉત્ક્રાંતિનો નિયમ યાદ કરીએ તો આપણાં પોતાનાં જીવનમાં જ નહિ પણ સમાજમાં  અને  રાષ્ટૃજીવનમાં સતત કેટલું  બધું  બદલાતું  આવ્યું  છે? ખાસ કરીને  અગ્નિ અને પૈડાંની  શોધ પછી તો  હરણફાળે પ્રગતિ થતી રહી છે.     જીવનનાં  વિભિન્ન ક્ષેત્રોનો  વિકાસ જોઇએ યારે આ  હકીકત વધુ  સારી  રીતે  સમજી  શકાય  છે. કસબા મટીને ગામડાં  બન્યાં; ગામડાંમાંથી  નગર, તેમાંથી  શહેર અને  આજે  મહાનગરો  ધમધમી રહ્યાં છે. કાલ સુધી  ધૂડી નિશાળમાં  ભણતો  વિદ્યાર્થી  આજે વિદ્યાલયો અને મહા વિદ્યાલયો  પાર  કરવા  લાગ્યો  છે. “છોકરીની જાતને વળી ભણી ગણીને  શું  કરવું  છે?” એવી  વિચારધારા હવે  જૂનવાણી થઇ  છે. આજે  સ્ત્રી-શક્તિ  ભણી ગણીને આધુનિક યુગના પડકારો ઝીલવા  લાગી  છે. સમાજના નવનિર્માણનું એ  અવિભાજ્ય  અંગ  બની  ગઇ  છે.     વાહનવ્યવહારની  વાત  કરીએ તો કાલના એક્કાને સ્થાને  ક્રમશ: ગાડું, ઘોડાગાડી, મોટરકાર, રેલવે, વિમાન, જહાજ અને  અંતરીક્ષયાન  વપરાવા લાગ્યાં  છે.     જૂની  પેઢીના લોકો  પોતાનો  જમાનો  સંભારીને  અકળાય  છે. સંદેશાવ્યવહારનાં નિત નવાં  ક્ષેત્રો ખૂલતાં   જાય  છે. પરિણામે  આજે  પત્રલેખનની  કલા  નષ્ટપ્રાય:  થઇ  ગઇ  છે. અગાઉ  ઘેર ઘેર  પોસ્ટમેનની રાહ  જોવાતી. પોસ્ટમેન  સારા  સમાચાર  લાવે તો તેનું  મોંઢું  મીઠું  કરાવવામાં  આવતું…ગામડાંની  અભણ  છોરી પરગામ  વસતા પોતાના મનના  માણીગરના  કુશળ  સમાચારની  વાટ જોતી અને ટપાલી એની ટપાલ  લાવે તો  વીરા ટપાલીને  એ વાંચી  સંભળાવવાની  આજીજી કરતી. આના સંદર્ભમાં સ્વ.ઇંદુલાલ  ગાંધી રચિત “આંધળી  માનો  કાગળ”  યાદ  આવી  જાય  છે.      ભાવિ  જીવનસાથી કે  જીવનસંગિની સાથે વિચારોની આપલે કરવા   FORGET ME NOT  લખેલાં, કલાત્મક  ડિઝાઇનવાળાં  લેટરપેડ અને એવાં જ  કવર  વપરાતાં.  આજે તો miss call અને  મોબાઇલિયો યુગ  આવી જતાં  એવી  રોમાંચક  ક્ષણો આથમી  ગઇ  છે. વળી  સ્વહસ્તે  લખાયેલા  પત્રોમાં વિચારોની
અને મનની ભાવનાત્મક  એકતાની  જુગલબંદી જોવા  મળતી. એવા  ઘણા  અવિસ્મરણીય  પત્રો  આપણાં સાહિત્યમાં અમરપદ  પામી  ચૂક્યા  છે. એવી જ   રીતે  એકબીજાથી દૂર વસતા હોય અને કદી જોયા પણ ન  હોય છતાં સમાન  રુચિ અને  શોખ  ધરાવતા  મિત્રો પરસ્પર નિયમિત પત્રવ્યવહાર કરવાના સંકલ્પ સાથે  પત્રમિત્ર  બની  રહેતા. આજે તો એ પ્રથા પણ ધીમે  ધીમે ધૂંધળી બનતી જાય  છે.
    સમયનાં  બંધન તૂટતાં  ગયાં. ગાંધીજી જેવા  અને  મારા સ્વર્ગસ્થ  પિતાશ્રી  જેવા  જૂની  પેઢીના લોકો લાંબો  કાળો  રેશમી  દોરો કે  ઝીણી સાંકળી સાથે  બાંધેલી નાનકડી ડબ્બી  જેવી  ઘડિયાલ પોતાનાં ખિસ્સામાં કે ગાંધીજીની માફક પોતાનાં  ધોતિયાંમાં ભરાવી  રાખતા. ધીમે  ધીમે  એવી  ઘડિયાળો ભૂતકાળનું  પ્રતિક બનીને  મ્યુઝિયમમાં  ગોઠવાઇ  ગઇ. તેને  સ્થાને  આવી  વિવિધ ડિઝાઇનોની કાંડા ઘડિયાળો, ટાઇમપીસ  એલાર્મ  ઘડિયાળો, અને  કલાત્મક  લોલકવાળી વોલક્લોક; પાછલા  પહોરની  મીઠી
ઊંઘ માણતા હોઇએ ત્યારે જ એલાર્મની ઘરઘરાટીથી આંખો  ચોળતા  ઊભા  થઇ જવાની મજા જ કંઇ ઓર છે  ને? આજે તો એ ઘડિયાળો પણ  ભંગારમાં  ગણાય  છે. આધુનિક  ડિજિટલ અને  મોબાઇલ્ની ઘડિયાલો આપણી  નિત્યસંગિની બનવા  લાગી  છે.     આવું જ કંઇક  ટી.વી.એંટેનાનું  છે.આજે તો નવા જમાનાના પ્રતિનિધિ જેવું  કેબલ  નેટવર્ક ઘરઘરમાં  છવાઇ ગયું  છે. એક અંદાજ  મુજબ, 1992માં  જ્યારે  કેબલનું  આગમન થયું  ત્યારે કેબલનું  જોડાણ ધરાવતાં  ઘરોની સંખ્યા ચારેક  લાખથી વધીને  બાર  લાખ જેટલી હતી; 1994માં  એ સંખ્યા એક  કરોડનો  આંક  વટાવી ગઇ  હતી. સેટેલાઇટ  ટી.વી. અને  ડીશ  એંટેનાએ ભલે  અત્યારે સ્થાન જમાવ્યું હોય પણ  અગાઉના  દસકાઓમાં અંગ્રેજી  T  આકારના લોખંડના સળિયા  ઉપર સમાંતરે જડેલા એલ્યુમિનિયમના  પાતળા પાઇપને ટી.વી.ના  કાર્યક્રમોનું પ્રસારણ  ઝીલવા માટેના  એંટેના માનવામાં આવતા અને  શહેરોમાં  મકાનોની અગાસીમાં  એવા  સંખ્યાબંધ એંટેના  જોવા  મળતા.વીસમીમાંથી એક્વીસમી સદીમાં  પદાર્પણ કરતાંની  સાથે એવા  એંટેના  પણ  પ્રાચીન દુર્લભ  વસ્તુઓની યાદીમાં મૂકાઇ  ગયા.
     ટેલિફોનની શોધ  થયા પછી તેનાં  અનેક  મોડેલ વપરાતાં  જોવામાં  આવ્યાં પણ  તેમાં નંબર ઘૂમાવીને વાત  થઇ  શકે  એવા  રોટરી  ફોન વધુ  લોકપ્રિય  થયા. કો કે લાંબો નંબર હોય તો વારે વારે નંબર ઘૂમાવવાનો કંટાળો  પણ  આવતો;  એનો ઉપાય  મળ્યો  ત્યારે પુશ  બટનવાળાં  સાધનો શરુ થયાં; એસ.ટી.ડી. અને આઇ.એસ.ડી. સેવા  શરુ થઇ એ પહેલાં દૂરનાં  સ્થળે વાત  કરવા  માટે ઓપરેટર કે ટેલિફોન એક્ષ્ચેંજની મદદ  લેવી પડતી. એ અરસામાં  1949માં મોટરોલા  નામની કંપનીએ નાનકડું બાકસ આકારનું સાધન બનાવ્યું જેને “પેજર” નામ  આપવામાં  આવ્યું.એ જ પેજરે આગળ ઉપર મોબાઇલ યુગ માટે  પાયો  નાખ્યો.
    જો કે  આપણા દેશમાં તો  1965માં  તેનો ઉપયોગ શરુ થયો એમ કહી શકાય. તેમાં  ખાસ પ્રકારના સંકેત દ્વારા ફોનના  સંદેશાની આપ-લે  થઇ  શક્તિ. આજે  “મિસ કોલ”ના  જમાનામાં મોબાઇલ નંબરોનું ચલણ વધ્યું છે  એવી  રીતે એ  દિવસોમાં પેજર નંબરની  આપ-લે થતી. 1998માં આપણા  દેશમાં પેજર-ધારકોની સંખ્યા વીસ લાખ હતી જે 2002માં  ઘટીને માંડ  પાંચ  લાખ  જેટલી રહી  ગઇ હતી. 2004માં તો એ સંખ્યા  એકાદ લાખ થઇ ગઇ હતી. જો કે પાશ્ચાત્ય દેશોમાં  આજે પણ  તેની ઉપયોગિતા યથાવત જળવાઇ  રહી  છે.     કંઇક  અંશે  વૉકમેનની પણ  એવી જ   માઠી  દશા  થઇ  છે. સોની કંપનીએ 1978માં પોર્ટેબલ કેસ્સેટ પ્લેયર બનાવીને  1979માં વેચાણ માટે  મૂક્યું. જુલાઇ 2009માં  તેને ત્રીસ  વરસ થયાં ત્યાં  સુધીમાં સોની કંપનીનાં એ વૉકમેનનું  વેચાણ આખી  દુનિયામાં ઓગણચાલિસ  કરોડનો  આંક  વટાવી  ચૂક્યું હતું. હવે તો એ  MP3  અને ડિજિટલ  પ્રકારમાં પણ મળે  છે. જો કે ઘણા દેશોમાં હવે તેને  જુનવાણી ગણવામાં  આવે  છે. આપણા  દેશમાં  તેનો વપરાશ 1994થી શરુ થયો હોવા  છતાં  આઇ-પોડ જેવાં  અદ્યતન અને ટચુકડાં સાધનની  લોક્પ્રિયતાએ તેને  પાછળ  રાખી  દીધું  છે. 1986માં વૉકમેન નામને ઑક્સ્ફર્ડ ડિક્ષ્નેરીમાં પણ  સ્થાન મળ્યું  છે.
    વૉકમેન  કુળમાં જ ગણી  શકાય એવાં  વિડિયો કેસેટ પ્લેયર અને  રેકોર્ડરનાં પણ બાળમરણ થતાં  એમ  કહી  શકાય. 1982માં દિલ્હીમાં  એશિયન  રમતોત્સવનું  આયોજન  કરવામાં  આવ્યું ત્યારે પ્રથમ વાર  રંગીન  ટેલિવિઝનનું  પણ  આગમન  થયું. એ અરસામાં  VCR ના વેચાણમાં ભારે તેજી  આવી.1989 સુધીમાં તેનું  વાર્ષિક વેચાણ  સાડા  ત્રણ લાખ સેટ જેટલું થયું  હોવાનું  જાણવા  મળે  છે. જો કે VCD   અને
DVDનું પદાર્પણ  થતાંવેંત  નેવુંના દસકામાં  VCRને જબ્બર  ફટકો પડ્યો એમ કહી  શકાય. વિડિયો કેસેટ રેકોર્ડરને પગલે શુભ પ્રસંગોની  સ્મ્રુતિ સદા  જીવંત  રાખવાનાં  ક્ષેત્રે  ક્રાંતિ  આવી એ વાત સ્વીકારવી જોઇએ.     એક જમાનામાં  બોક્ષ  કેમેરાની  બોલબાલા હતી. તેમાં  બ્લેક એંડ વ્હાઇટ રોલ ચડાવીને દસ બાર ફોટા પાડી  શકાતા. તેમાં પ્રકાશ ને ફોકસ બરાબર  હોય તો ફોટા  સારા  આવતા. ત્યારપછી તો નિતનવા પ્રકારના સેંકડો કેમેરા  બજારમાં  આવી  ગયા  છે. તેમાં વિડિયો કેમેરા, મૂવી કેમેરા, ડિજિટલ કેમેરા, અને હવે તો મોબાઇલ કેમેરાનો પણ  વપરાશ વધતો  જાય  છે. જ્યોર્જ  ઇસ્ટમેને સૌ પ્રથમ કેમેરાના રોલની શોધ કરી હતી. તેણે  1888માં ઇસ્ટમેન કોડાક કંપની  સ્થાપી  હતી.
         અઢારમી  સદીનું  એક  યાદગાર  નજરાણું  એટલે ટાઇપરાઇટર. આમ  બસો  વરસોથી તેનું એક્ચક્રી શાસન જળવાઇ રહ્યું  છે. અંગ્રેજી ઉપરાંત બીજી  અનેક  ભાષાઓનાં  ટાઇપરાઇટરો અત્યારે  મોજૂદ  છે. જો કે હવે ઇલેક્ટ્રીક  ટાઇપરાઇટર અને કોમ્પ્યુટરની  તીવ્ર  સ્પર્ધાનો તેને સામનો કરવો પડે  છે. 1867માં ન્યૂયોર્કના  ઈ. રેમિંગ્ટને પહેલું  કમર્શિયલ  ટાઇપરાઇટર  બનાવ્યું. વીસમી  સદીમાં ઇલેક્ટ્રોનિક ટાઇપરાટર  આવ્યું.      આ  ટાઇપરાઇટરને  આધારે ટાઇપિસ્ટોનો  અલગ  વ્યવસાય  ઊભો થયો. તેઓ ટચ-મેથડથી   ટાઇપિંગ કરતા અને  ઝડપથી ભૂલ વગર કાર્બન  રાખીને બે ત્રણ નકલો એકસાથે  કાઢી શકતા. તેઓને તાલીમ  આપવા  શોર્ટહેંડ  અને  ટાઇપિંગ શીખવવાના  વર્ગો  શરૂ થયા. ટાઇપિસ્ટ થનારને  અંગ્રેજી અને તેનાં  વ્યાકરણનું  પ્રભુત્વ મેળવવું જરૂરી ગણાતું.      પ્રિંટર, કોપિયર અને ફેક્સે  ટાઇપરાઇટરને મરણતોલ ફટકો દીધો.     ટાઇપરાઇટરની જેમ  કાર્બન પેપરની પણ  ભરતી-ઓટ થતી રહી છે. હજુ બે દસકા પહેલાં નાનકડી દુકાનથી માંડીને મોટી ઓફિસોમાં કાર્બનનો ઉપયોગ્ થતો; હવે તો પ્રિંટરો અને કોપિયર મશીનોએ કાર્બનનું અસ્તિત્વ જ જોખમમાં  મૂકી  દીધું  છે. કાર્બનની શાહી લાંબે  ગાળે ઊડી જાય  છે.         આમ  ઉપર  જણાવેલી  ચીજો ભૂતકાળમાં  અગત્યની  ગણાતી હતી પરંતુ આજે એક્વીસમી સદીમાં જ્યારે સર્વત્ર  કાયાપલટ  થવા  લાગી છે ત્યારે  આ  ચીજો પણ  પરિવર્તનના  વાયરાથી ઝાઝી દૂર રહી શકે એવો સંભવ  નથી.               
                              
                                             ******

Advertisements

Read Full Post »

%d bloggers like this: