Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2008

         એક પત્રકારે એક સો ચાર વર્ષનાં  માજીને પૂછ્યું, “તમારી ઉંમરના લોકો માટે તમારે શું કહેવું  છે?” માજીએ જવાબ  આપ્યો, “જિંદગીની સૌથી ઉત્ક્રુષ્ટ એવી આ ઉમરમાં લોકો આનંદથી રહેવાને બદલે ડિપ્રેશનથી, હતાશાથી પીડાતા હોય છે. અરે, કોઇ જ જાતની ફિકર વગર ઇશ્વરની નજીક રહીને જીવનને માણવાની આ જ તો ઉમર છે.”

           ઘડપણને મૂલવવા માટે નીચેના શબ્દોનું ચિંતન કરવા જેવું છે:

            *   જૂના ઘરડા સફરજનના ઝાડ પર જ સૌથી મીઠાં સફરજન આવે  છે.

            *    સૌથી જૂનાં રેડવૂડનાં વ્રુક્ષો જ ગૌરવપૂર્ણ ઊંચાઇએ પહોંચે છે.

            *    જૂનાં  વાયોલિનમાંથી જ સૌથી સુંદર અને ઉચ્ચ કક્ષાના સૂર નીકળે છે.

            *    મદિરા પણ જેમ જૂની થાય તેમ તેનો સ્વાદ વધતો રહે છે.

            *   પુરાણા સિક્કા, ટિકિટ કે પુરાણા ફર્નીચરને  અમૂલ્ય ગણવામાં  આવે  છે.

            *    જૂના  મિત્રોને જ આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઇએ છીએ.

            હે  ભગવાન! તારો ખૂબ ખૂબ  આભાર કે તેં  વ્રુધ્ધાવસ્થા આપી! જિંદગીને સમજવાનો મોકો આપ્યો. ધૈર્ય અને ડહાપણનો અનુભવ કરાવ્યો. શારીરિક તકલીફો છતાં નિ:સ્વાર્થ સ્મિત કરવાની  શક્તિ આપી; ખરેખર  વ્રુધ્ધાવસ્થા અદભૂત  છે.   

                        

Advertisements

Read Full Post »

સ ર વૈ યું

                                          જીવનનું સરવૈયું

          *   પેટમાં   પધરાવવા  લાયક                   દુ:ખ

          *   પી  જવા    લાયક                                   ગુસ્સો

           *   ગળી  જવા   લાયક                                અપમાન

           *    પચાવવા   લાયક                                  જ્ઞાન

            *    આપવા   લાયક                                     પૈસા

            *    લેવા   લાયક                                          જ્ઞાન

            *     જીતવા   લાયક                                      પ્રેમ

            *     ગુમાવવા   લાયક                                  અભિમાન

            *      બતાવવા  લાયક                                  ઉદારતા

             *     સાંભળવા   લાયક                                 વખાણ

             *      બોલવા   લાયક                                    સત્ય

              *     યાદ   રાખવા   લાયક                           મિત્રતા

              *       ભૂલવા   લાયક                                   ભૂતકાળ

               *      વિચારવા  લાયક                                  ભવિષ્ય

Read Full Post »

                                   ર્પ                                                                               – દિગંબર  સ્વાદિયા     થોડા  દિવસો પહેલાં  ટેલિવિઝનની  એક  ચેનલ ઉપર  RAPSODY IN AUGUST  નામની એક સુંદર ફિલ્મ જોવા મળી. એ હતી જાપાનીઝ ભાષામાં  પણ  તેનાં  સબ-ટાઇટલ  અંગ્રેજીમાં હતાં.  તેની કથા  બીજાં વિશ્વયુધ્ધ વખતે અમેરિકાએ જાપાનના  હિરોશીમા અને  નાગાસાકી શહેરોઉપર ઝીંકેલા પ્રથમ  અણુબોમ્બથી  સર્જાયેલી  હોનારત ઉપર કેન્દ્રિત  થયેલી હતી.      ઇતિહાસના પાને  એ ગોઝારો દિવસ 9  ઓગસ્ટ 1945 તરીકે  નોંધાયેલો  છે. બોમ્બથી સર્જાયેલી તારાજીએ  અસંખ્ય  પરિવારોના જીવનમાં કાયમ  માટે  અંધકાર છવાઇ  ગયો છે. આજની પેઢી માટે એ હોનારત  માત્ર  વિસ્મય  બની  રહી  છે.      ફિલ્મના  આરંભમાં  એક પરિવારનાં  કિશોર વયનાં  ચાર  બાળકોની ધિંગામસ્તી અને તેઓનાં વયોવ્રુધ્ધ  દાદીમા જોવા મળે  છે. આ ચારમાં  બે પૌત્રો અને બે પૌત્રીઓ છે. તેઓનાં માતાપિતા બીજાં શહેરોમાં રહે  છે અને આ બાળકો દાદીની સેવા માટે આવ્યાં છે. એવામાં તેઓને કોઇનો પત્ર ટપાલમાં મળે  છે. પત્ર  હવાઇ  ટાપુથી લખાયેલો છે. તેમાં લખ્યું છે કે સુઝૂકી નામના એક વયોવ્રુધ્ધ  દાદા પોતાની નાની બહેનને મળવા  તડપી રહ્યા છે  અને તારાં દાદી જ એ બહેન છે. નાગાસાકી ઉપર  પિસ્તાલિસ (ફિલ્મ નેવુંમાં બની હોવાથી પિસ્તાલિસ વરસનો ઉલ્લેખ છે. અત્યારે તો એ ઘટનાને ત્રેસઠ  વરસ થયાં ગણાય.) વરસ પહેલાં અમેરિકાએ બોમ્બ ઝીંક્યો એ પછીઘણાં કુટુંબો પાયમાલ થઇ ગયાં –  વિખૂટાં પડી ગયાં. તારાં  દાદીને લઇને એક  વાર હવાઇ  આવી જા તો એ ભાઇ-બહેનનો મેળાપ થઇ  શકે.      બાળકો ગેલમાં  આવી ગયાં. તેઓ દાદીને આ વિશે પૂછે  છે. દાદી  અતીતમાં  ખોવાઇ  જાય છે. એ હોનારતમાં દાદાનું જીવન પણ હોમાઇ  ગયું  હતું. એ સિવાય અનેક નાનાં  બાળકોનો પણ ભોગ  લેવાયો હતો.  એ શહીદોની યાદમાં એક  નાનકડું  સ્મારક  પણ  બનાવવામાં  આવ્યું  હતું.દર વરસે નવમી ઓગસ્ટે સ્થાનિક  લોકો ત્યાં  ભેગા થતા; મીણબત્તીઓ પેટાવતા  અને  શહીદોને શ્રધ્ધાંજલિ  આપતા.      બાળકો સામી દિવાલ ઉપર જાપાનીઝમાં લખાયેલાં નામો વિશે પૂછે છે. દાદી કહે છે કે એ બધાં નામ અમારાં ભાંડરુઓનાં છે. અમે દસ બાર ભાઇ-બહેનો હતાં..કદાચ વધુ પણ હશે….મને બરાબર  યાદ  નથી….પણ  આ બધામાં  સુઝૂકીનું  નામ તો નથી…હું તેને કેવી રીતે ઓળખી શકું?બાળકો  બાલ-સુલભ  નિર્દોષતાથી બધી કડી  ઉકેલવા મથે છે. દાદીને મળવા એક ડોસીમા આવે  છે પણ તેઓ કશી વાત કરતાં નથી. એકબીજા સામે પગ વાળીને ચૂપચાપ બેસી રહે છે અને પછી ડોસી જતી રહે છે.      એવામાં દાદીના બે  દીકરા પોતાની પત્નીઓ સાથે થોડા દિવસો રહેવા  આવી જાય  છે. દાદીનું  હવાઇ  જાવાનું  ઠેલાય  છે. અચાનક અમેરિકાથી એક યુવાન મહેમાન થઇને  આવે  છે.દાદી તેને ઓળખતાં નથી. તેના પુત્રો તેનું સ્વાગત   કરે  છે પણ દરેકના મનમાં ઊંડે  ઊંડે તેના અને  અમેરિકા પ્રત્યે અણગમો દેખાયા  વગર રહેતો નથી. જો કે મહેમાન ખુલ્લાં મનથી આવે છે અને તેના દેશે ભૂતકાળમાં જે કંઇ કર્યું એ બદલ અફસોસ પણ વ્યક્ત કરે છે. મહેમાન દાદી સાથે ઘણો સમય વીતાવીને ઇતિહાસથી પરિચિત થાય  છે અને તે શહીદોનું સ્મારક પણ જોવા જાય છે. એ જ વખતે   પ્રૌઢ  લોકોનું  એક  જૂથ કોદાળી, પાવડા અને કેટલાક રોપ લઇને ત્યાં  આવી પહોંચે છે અને ચૂપચાપ પેલાં સ્મારકની આસપાસ રોપો વાવે  છે અને નિદામણ  સાફ કરે છે. દાદી મહેમાનને સમજાવે  છે કે જે બાળકો શહીદ થઇ ગયાં  છે તેઓના વર્ગોમાં ભણી ગયેલા    બધા સહાધ્યાયીઓ છે અને દર વરસે આજની તારીખે તેઓ આવી રીતે આવીને તેઓ શ્રધ્ધાંજલિ આપે છે.      આમ આવાં  ભાવનાત્મક  વાતાવરણમાં  જ મહેમાનના નામનો તાર લઇને  એક પુત્ર આવે  છે. મહેમાન તાર  વાંચે છે અને ઉદાસ થઇ  જાય  છે. તેના પિતાનું  અવસાન થયું  હતું. તેને તાત્કાલિક જવું પડે એમ હતું. તે જાય છે. પરિવારજ્નો આકાશમાં જતું વિમાન જોઇને કહે છે કે એ ગયા. એ વખતે દિગ્દર્શક શાંતિથી ભેદ ખૂલે છે કે મહેમાન બીજું કોઇ નહિ પણ સૂઝૂકીનો પુત્ર જ હતો અને તે પોતાનાં ફૈબાને મળવા અને તેને તેડી જવા  આવ્યો હતો…જોગાનુજોગ દાદી ગેરહાજર થઇ જાય છે .      સમગ્ર ફિલ્મમાં પ્રસંગની ગંભીરતા સાદ્યંત જળવાઇ રહે છે. છેવટના  શોટમાં ધોધમાર વરસાદમાં દાદી નાની છત્રી લઇને  દોડતાં અને તેનાં બધાં  બાળકો તેને પાછળ દોડે છે અને ફિલ્મ અચાનક પૂરી થાય છે.છત્રી તેજ હવામાં  કાગડો થઇ જાય છે અને આ લોકમાં નહિ મળી શકેલાં ભાઇબહેન  જાણે કે પરલોકમાં મળવા  અધીરાં થાય છે. દાદી પણ દેહ છોડે  છે.

     આખી ફિલ્મમાં ક્યાંય આછકલાઇ  કે  અસ્વાભાવિક લાગે એવાં કોઇ દ્રશ્યો નહોતાં. સંગીત પણપ્રસંગોચિત જ હતું. તમામ કલાકારોનો અભિનય અત્યંત સ્વાભાવિક હતો. બે કલાકને અંતે એક સ્વસ્થ અને વિચારોત્તેજક ફિલ્મ જોયાનો સંતોષ  થયો.                                                      (બી/પ, વૈકુંઠ પાર્ક, એલ.એમ.રોડ,                                                        મુંબઇ 400 068)                                            ————–                

Read Full Post »

કબીરવાણી

      ભક્તિ જુ સીઢી મુક્તિ કી,ચઢે ભક્ત  હરખાય,

     ઔર ન કોઇ ચઢી શકે, નિજ મન સમજો  આય…..

     પ્રેમ બિના જો ભક્તિ હૈ, સો નિજ દંભ વિચાર,

     ઉદર ભરન કે  કારણ, જન્મ ગંવાયે સાર….

     તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગયી ગુરુજ્ઞાન

     સુમતિ   ગી અતિ લોભતે, ભક્તિ ગયી અભિમાન..

Read Full Post »

%d bloggers like this: