Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2006

વીસમી સદીનો તારો છેલ્લો જન્મદિવસ ગઇકાલે ગયો ત્યારે મેં અને મમ્મીએ તારા પ્રિય ગાયક જગજીતસિંઘનો સોની ટીવી ઉપરથી તેણે જ રજુ કરેલો. બે કલાકનો ગઝલોનો કાર્યકર્મ રિવાઇવલ ખૂબ માણ્યો અને અમારી સાથે જ તું પણ બેઠો હોય એવો અનુભવ મનમાં માણ્યો.

જગજીતે અમારી ભાવનાઓનો પડયો :

હમસે આયા ન ગયા,તુમસે બુલાયા ન ગયાં

અને તલતની એ ગઝલનાં વિચારોમાં અમે ખોવાઇ જઇએ ત્યાંજ જગજીતે તારા વિચારો ઝડપી લીધાં

યહ દૌલતભી લે લો,યહ શૌહરત ભી લે લો,ભલે છીનલો મુઝસે મેરી જવાની,મગર મુઝકો લૌટાદો બચપન કા સાવન વહ કાગઝ કી કશ્તી,વો બારિશ કા પાની…

તારી આવી માગણી સાંભળીને જગજીતે જવાબ આપ્યો.

આદમી આદમીકો કયા દેગા,જો ભી દેગા,વોહી ખુદા હોગા,

ઝિદંગીકો કરીબસે દેખો,ઇસકા ચેહરા તુમ્હેં રૂલા દેગા.

જગજીત સાથે તારી આ વાત ચાલતી હતી ત્યાં જ અધવચ્ચે તેણે મમ્મીને પણ કહયું

બાત નિકલેગી તો ફિર દૂ..ર તલક જાયગી,લોગ બેવજહ ઉદાસીકા સબબ પૂછેંગે,

એના શબ્દો સાંભળતાં જ તને સંભળાવવા માટે જગજીતે શરૂ ક્ર્યું

અપને હોઠોં પર સજાના ચાહતા હું,આ તુઝએ મૈં ગુનગુનાના ચાહતા હું.

કોઇ આંસુ તેરે દામન પર ગિરા કર,બૂંદ્કો મોતી બનાના ચાહતા હું.

થક ગયાં મૈં કરતે કરતે યાદ તુઝકો, અબ તુઝેં મૈં યાદ આના ચાહતા હું આખરી હીચંકી તેરે જાનોં પે આયે,મૌત ભી મૈં શાયરાના ચાહતા હું.

તેની આ પંક્તિઓ સાંભળીને મેં તેને ગઝલ અને નઝમનો ફરક પૂછ્યો.તેણે સમજાવ્યું કે ગઝલનાં શેરમાં અલગ અલગ વિષય હોય છે,જ્યારે નઝમમાં આખી એક જ વિષયની હોય છે,આના અનુસંધાનમાં તેણે જિગર મુરાદાબાદીની આ ગઝલ સંભાળાવી :

ઇશ્ક કી દાસ્તાં હૈ પ્યારે,અપની અપની જુબાં હૈં પ્યારે,

હમ ઝમાનેસે ઇંતકામ તો લેં,ઇક હસીંન દરમિયાન હૈં પ્યારે.

તૂં નહિં મૈં હું,મૈં નહિં તૂ હૈં અબ કૂછ ઐસા ગુમાં હૈં પ્યારે.

રખ કદમ ફૂંક ફૂંક કર નાદાન,ઝર્રે ઝર્રે મેં જાન હૈ પ્યારે.

ત્યાં જગજીતે સંભળાવ્યું :

ન કોઇ દોસ્ત હૈ ન રકીબ હૈ,તેરા ચહેરા કિતના અજીબ હૈ

વો જો ઇશ્ક થા વો ઝનૂન થા યહ જો હિજ્ર હૈ યહ નસીબ હૈ.

મૈ કિસસે કહુંકે મેરે સાથ ચલ, યહાં સબકે સબ સલીબ હૈ,

યહાં કિસકા ચહેરા પઢા કરૂં,યહાં કૌન કિતના કરીબ હૈ ?

તુઝે દેખ કર મૈ હું સોચતા તુ હબીબ હૈ,….વહ રકીબ હૈ…..

આપણે જગજીતનાં વખાણ કરયા  ત્યારે તેણે કહયું

“હર તરફ હર જગહ બેશુમાર આદમી, ફિર ભી તન્હાઇયો કા શિકાર આદમી,સુબહસે શામ તક બોજ ઢોતા હુઆ,અપની હી લાશ કા ખુદ મઝાર આદમી..રોઝ જીતા હુઆ,રોઝ મરતા હુઆ હર નયે દિન નયા ઇંતઝાર આદમી.ઝિન્દગી કા મુક્ક્દર સફર દર સફર આખરી સાંસ તક બેકરાર આદમી…..”

શિયાળાની ગુલાબી ઠંડી પ્રસરાવતી રાત પણ જાણેકે એક ખૂણાંમાં લપાઇને દાગનો શેર માણી રહી હતી :

ગઝબ કિયા તેરે વાદે પે ઇંત્ઝાર કિયા,તમામ રાત કયામત કા ઇંતઝાર કિયા.

આપણે જગજીતને કહયું, ગઝલ કા કૈફ ચઢ રહા હૈ ઔર ઇસ મે આવાઝ કા નશા કુછ ઔર હી હૈ….

ઠુકરાવો અબ કે પ્યાર કરો,મૈં નશે મેં હું, જો ચાહો મેરે યાર કહો,મૈં નશે મેં હું

અબ ભી દિલા રહા હું,યકિને વફા મગર મેરા ન ઇંત્ઝાર કરો,મૈં નશે મેં હું.

દિન મેં તો તુમ મુઝે મેરે સાગર સંભાલ દો,ઇતના તો મેરે યાર કરો,મૈં નશે  મેં હું… મુઝ કો કરમ કરમપે ભટકને દો,વાયદો તુમ અપના કારોબાર કરો,મૈં નશે મેં હું. ફિર બેખુદીમેં હદસે ગુજરને લગા હું મૈં, ઇતના ન મુઝસે પ્યાર કરો મૈં નશેમેં હું…..

Advertisements

Read Full Post »

                    

                     નિશુએ મનોમન નિણર્ય કરી લીધો .તેની નજર સમક્ષ છેલ્લા એકાદ પ્રસંગઓ તાજા થયાં.પોતે થોડાં દિવસ મોસાળ ફરવા આવી .ગામ નાનું અને કુટંમ્બોનાં પણ ઓછાં એટલે સમોવડી સખીઓનાં કોની સાથે એ તેને સમજાતું ન હતું.                     પણ એવાંમાં પાડોશમાં રહેતાં રંભામા એવા વાવડ લાવ્યાકે પરદેશથી નવીનભાઇ થોડાં દિવસ માટે આવવાનાં રંભાએ પોતાની જ વાતનો ફોડ પાડતાં સમ્જાવ્યું કે નવીન લગ્ન કરીને પરદેશ ગયો ઇ ગયો.બાપદાદાનાં ધંધામાં ખોવાઇ ગયો.સાભંળયુ છે કે એકાદ-બે છોકરાવ નો બાપ થઇ ગયો છે.                          વાત ખોટીય ન હતી. પાંચ છ વરસ પેહલાં નવીન પરણીને પત્ની સરલાને લઇને પરદેશ જતો રહયો હતો.સરલાએ બબ્બે વરસનાં અંતરે બે દિકરાંને જન્મ આપ્યો હતો.મોટાંનુ નામ સુશીલ અને નાનાનું નામ પ્રણવ હ્તું.પરદેશમાં નડેલા એક અકસ્માતમાં સરલાનું અવસાન થયાં પછી નવીનભાઇનાં જીવનમાં જાણેકે સુનકાર વ્યાપી ગયો હતો.તેમનાં ઘરણાં ફઇબાએ તેમને પુનરલગ્ન કરી લેવા સમજાવ્યા હતા. પણ તે માનતા ન હતાં. નાનાં બાળકોને અપરમા કેવી રીતે સાચવે એ કેહવાય નહિ એવી તેમને દહશત હતી.                       આજે એ વાતનેય એક દસકો વીતી ગયો હતો. હવે તો પરણવાનોય ફાયદો ન હતો.બંને દિકરા ભણવાં લાગ્યા હતાં.ફૈબાએ પણ મન મનાવી લીધું હતું. કે નવીન નહિ માને. એવામાં નવીનભાઇને સ્વદેશ આવવાનું થયું. રંભાને ખબર પડી એટલે તુરત તેણે પાડોશમાં રહેતાં નિશુંના મામી મંગળબાળા આગળ મમરો મૂક્યો., આ તમારી ભાણી આવી છે તે એને કયાંય વરાવવી નથી ?એ છે સ્વતંત્ર  મિજાજની..આપણ્ને રોકળું પરખાવી દે કે મારી પંચાત કરવી નહિ. મંગળબાળાએ જવાબ આપ્યો.આ પરદેશથી નવીન આવે છે એટલે મને થયું કે જો છોડીની ઇચ્છા હોય તો વાત ચલાવુંછેવટે બધું સમું સુતર પાર ઉતર્યુ અને નિશુ બીજીવાર નવીન સાથે હેમખેમ પરણીને સાસરે પહોંચી ગઇ.આ સાસરિયાંમાં જઇને નિશુએ જોયુંકે પોતે સુશીલ અને પ્રણવની અને ઘરણાં ફૈબાની પણ સેવા કરવાની હતી..નવીનભાઇએ પણ  તેની બધી સુખ સગવડ સાચવી હતી એટલે તેને મનમાં કોઇ જાતની ફરિયાદ નહોતી.જો કે ફૈબા પોતાના સ્વભાવ પ્રમાણે ઘણીવાર ટોક ટોક કરતાં હતાં પણ હશે, વડીલ છે. એમાં ખોટું શું લગાડવાનું ? એમ માનીને નિશુ બધુંય ભૂલી જ્તી. જોકે કોઇવાર તેનાં અંતરમાં માત્રત્વની અત્રુપ્ત  ઝંખના સળવળી ઉઠતી ત્યારે તે આકૂળવ્યાકૂળ  થઇ જતી. તે ઘણીવારવિચારતી : મારો ખોળાનો ખૂંદનાર આવશે ત્યારે ? અને સંસારના નિયમને કોણ ટાળી શકયું છે ? તેને સારા દિવસો રહ્યા.જોતાંજોતાંમાં ફઇબાને કાને પણ એ વાત આવી. તેણે નિશુને પૂછી લીધું ,કેટલાં દિવસ ચડી ગયા ? ધ્યાન રાખવું જોઇયેને?નિશુ શરમાઇ ગઇ.કંઇ બોલી શકી નહિ.બે ચાર દિવસ પછી ફઇબાનું ફરમાન છૂટયું, ડાગતરને બતાવી આવ એટલે કાંક ખબર પડે. નિશુએ પણ નવીનભાઇને વાત કરી. પતિએ કહયું,એમા ગભરાય છે શું કામ ? નર્સિગહોમ માં લેડી ડોક્ટરને તબિયત બતાવી જો બીજે દિવસે ફઇબાએ સંભળાવ્યું, આ સુશીલ અને પ્રણવ મોટા ન થઇ જાય ત્યાં સુધી નાંનાં છોકરાવની લપાનછપન ઘરમાં નહિ જોઇયે.. તું તો તારાં જ છોકરાંની પંચાતમાં પડી રહે તો આ બેય ભાઇઓનું શું થાય ?ફઇબાનાં આવાં વેણ તેનં કાળજું કોતરવા લાગ્યાં. હ્જુ તો જેણે આ સ્વાર્થી દુનિયામાં પગ પણ મૂકયો નથી એની સામે આટલો બધો વિરોધ ? લોકો તો શેર માટીની ખોટ પૂરવા જાત જાતની બાધા આખડી કરતાં હોય છે.સુશીલ અને પ્રણવ ક્યાં બીજા કોઇ હતાં ? મા વિનાના એ બંને ભાઇઓની હું મા જ છું ને ?મને સ્વપ્નમાં ય એવો ખ્યાલ સુધ્ધા નથી આવ્યું કે મારાં પેટનાં જણ્યાં કરતાં એ બંન્ને કરતાં એ બંન્ને કોઇ રીતે જુદા છે. અરે,જ્ન્મદાત્રી મા કરતાં પાલક માતા કરતાં પાલક માતાનું મહત્વ કોઇ રીતે ઓછું આંકી શકાય જ કેમ ? જો એવું જ હોત તો આજે સંસારમાં દેવકી અને જશોદાનાં માનપાન જુદાં જ હોત ને ?નિશુના મનમાં ભારે ઉલ્કાપાત થતો રહ્યો. શું કરવું ? આપઘાત કરવો ? પતિની કે બીજા કોઇ સગાની સલાહ લેવી? ન ક્રે નારાયણ ને સંજોગો જ એવાં સર્જાય કે ફઇબાની અગમવાણી સાચી ઠરે તો ? સગાં અને પરાયાં વચ્ચે જાણે અજાણે ઇચ્છા હોય કે ન હોય તોય અન્યાય નહિ જ થાય એની ખાતરી કેવી રીતે આપી શકાય ? ખૂબ મનોમંથનને અંતે તે શહેરનાં નર્સિગ હોમનાં પોતાનાં ઓળખીતાં ડોક્ટર શીલાબેન પાસે પહોંચી ગઇ અને તેમને પોતાની મૂંઝવણ જણાવી. શીલાબેને તેની તબિયત તપાસી અને કહ્યુંકે ગભરાવા જેવું કંઇ નથી. હા, તું મા બનવાની છો ખરી. બાકી ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. આ દિવસો તો પ્રસન્ન ચિત્ત રહેવાના છે.       તેમનાં આ શબ્દો પણ નિશુના મનનો દાવાનળ શાંત કરી શકયા નહિ.તેણે શીલાબેનને પોતાનો નિર્ણય જણાવતાં કહયું , ના, બેન, મારે આ ઉપાધિ જોઇએ જ નહિ. હુ ગર્ભપાત કરાવવા અને ગર્ભાશય જ કઢાવી નાખવા આવી છું .શીલાબેન તો તેનો નિર્ણૅય સાંભળી ડઘાઇ જ ગયાં તેની પાસે માત્રુત્વની અનેક સમસ્યાઓ આવતી હતી પણ માત્રુત્વ ધારણ કરવા ટાણે જ પોતાની કૂખ સાવેસાવ ખાલી કરી આપવાની જાતે જ માગણી કરતી નિશુ પ્રત્યે ખૂશ થવુંકે ગુસ્સો કરવો એ તેને થોડી વાર સમજાયું નહિ.તેણે નિશુને સ્વસ્થ ચિત્તે પોતાના નિર્ણયની ફેર વિચારણા કરવા અને કોઇની કે પતિની સલાહ લઇ જોવાનો આગ્રહ એને કોઇની કે પતિની સલાહ લઇ જોવાનો આગ્રહ કર્યા.નિશુએ જવાબ આપ્યો,મારા મનની હું માલિક છું મારે કોઇની સલાહ લેવાની કે માનવાની જરૂર લાગતી નથી. બેન, હું સંપૂર્ણ જવાબદારી સમજી સ્વીકારીને જ તમને આ કામ કરવાની વિનંતી કરૂં છું તમારૂં મન માનતું ન હોય તો ન છુટકે મારે બીજા ડોક્ટર પાસે જવું પડશે..અંતે શીલાબેને નિશુની માગણી માન્ય રાખી અને ગર્ભપાત કરવાની તથા ગર્ભશય કાઢી નાખવાની જરૂરી ઔપચરિકતાઓ પૂરી કરીને નિશુને ચિંતામુક્ત કરી.ત્યારબાદ આરામ કરવાની અને દવાઓ લેવાની સૂચના આપીને શીલાબેને નિશુને ઘેર જવાની છુટ આપી. નિશુ હવે સા..વ હળવી ફૂલ થઇ ગઇ હતી.જોતાંજોતાંમાં નવીનભાઇને અને ફઇબાને કાને એ વાત આવી ત્યારે તેઓએ નિશુને કારણ પુછયું. નિશુ શું કહે ? તેણે માત્ર એટલું જ  કહયું,કુટુમ્બમાં શાંતિ જળવાઇ રહે એ માટે મારે આ નિર્ણૅય કર્યા સિવાય છૂટકો નહોતો.અરે પણ આમ કૂખ સાવ ખાલી કરવાનું ગાંડપણ કરાતું હશે ?મારી કુખ ખાલી ક્યાં છે ? સુશીલ અને પ્રણવ જેવા રામ લક્ષમણ જેવા બે દીકરા છે એ ઓછું છે ? નિશુએ જવાબ આપ્યો.મારાથી કહવાઇ ગયું. એ ઠીક ન થયું.હું નહોતી જાણતી કે તને આટલું બધું ખોટું લાગશે,ફઇબાએ જણાવ્યું. ખેર,જે થવાનું હ્તું એ થઇ ગયું. થોડાં વર્ષો પછી નવીનભાઇનું પણ હાર્ટ એટેકમાં મ્રત્યુ થયું.નિશુની જ્વાબદારી વધી ગઇ. તેણે સુશીલ અને પ્રણવને પિતાની ખોટ સાલવા દીધી નહિ.બંનેને ખૂબ ભણાવ્યા અને સારાં કુટુંબમાં પરણાવ્યા. બંને ભાઇઓ પણ બા તરફ એટલો જઆદરભાવ રાખતાં હતાં.નિશુએ પોતાનાં નામ પ્રમાણે પરિવાર પ્રત્યેની પોતાની નિષ્ઠાનો પરિચય આપી દીધો. આજે તો ફઇબા પણ હયાત નથી. નિશુને પણ ભગવાને પોતાના ધામમાં તેડાવી લીધી છે,  પણ સમાજમાં આવી અનેક અનામી નિશુઓના ત્યાગ,સેવા અને સમર્પણની સુવાસ સદા પ્રસરેલી રહે છે.

Read Full Post »

%d bloggers like this: