Posted by Madhpudo on March 28, 2008
એક પત્રકારે એક સો ચાર વર્ષનાં માજીને પૂછ્યું, “તમારી ઉંમરના લોકો માટે તમારે શું કહેવું છે?” માજીએ જવાબ આપ્યો, “જિંદગીની સૌથી ઉત્ક્રુષ્ટ એવી આ ઉમરમાં લોકો આનંદથી રહેવાને બદલે ડિપ્રેશનથી, હતાશાથી પીડાતા હોય છે. અરે, કોઇ જ જાતની ફિકર વગર ઇશ્વરની નજીક રહીને જીવનને માણવાની આ જ તો ઉમર છે.”
ઘડપણને મૂલવવા માટે નીચેના શબ્દોનું ચિંતન કરવા જેવું છે:
* જૂના ઘરડા સફરજનના ઝાડ પર જ સૌથી મીઠાં સફરજન આવે છે.
* સૌથી જૂનાં રેડવૂડનાં વ્રુક્ષો જ ગૌરવપૂર્ણ ઊંચાઇએ પહોંચે છે.
* જૂનાં વાયોલિનમાંથી જ સૌથી સુંદર અને ઉચ્ચ કક્ષાના સૂર નીકળે છે.
* મદિરા પણ જેમ જૂની થાય તેમ તેનો સ્વાદ વધતો રહે છે.
* પુરાણા સિક્કા, ટિકિટ કે પુરાણા ફર્નીચરને અમૂલ્ય ગણવામાં આવે છે.
* જૂના મિત્રોને જ આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઇએ છીએ.
હે ભગવાન! તારો ખૂબ ખૂબ આભાર કે તેં વ્રુધ્ધાવસ્થા આપી! જિંદગીને સમજવાનો મોકો આપ્યો. ધૈર્ય અને ડહાપણનો અનુભવ કરાવ્યો. શારીરિક તકલીફો છતાં નિ:સ્વાર્થ સ્મિત કરવાની શક્તિ આપી; ખરેખર વ્રુધ્ધાવસ્થા અદભૂત છે.
Posted in chintan | Leave a Comment »
Posted by Madhpudo on March 23, 2008
જીવનનું સરવૈયું
* પેટમાં પધરાવવા લાયક દુ:ખ
* પી જવા લાયક ગુસ્સો
* ગળી જવા લાયક અપમાન
* પચાવવા લાયક જ્ઞાન
* આપવા લાયક પૈસા
* લેવા લાયક જ્ઞાન
* જીતવા લાયક પ્રેમ
* ગુમાવવા લાયક અભિમાન
* બતાવવા લાયક ઉદારતા
* સાંભળવા લાયક વખાણ
* બોલવા લાયક સત્ય
* યાદ રાખવા લાયક મિત્રતા
* ભૂલવા લાયક ભૂતકાળ
* વિચારવા લાયક ભવિષ્ય
Posted in chintan | 1 Comment »
Posted by Madhpudo on March 17, 2008
ભક્તિ જુ સીઢી મુક્તિ કી,ચઢે ભક્ત હરખાય,
ઔર ન કોઇ ચઢી શકે, નિજ મન સમજો આય…..
પ્રેમ બિના જો ભક્તિ હૈ, સો નિજ દંભ વિચાર,
ઉદર ભરન કે કારણ, જન્મ ગંવાયે સાર….
તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગયી ગુરુજ્ઞાન
સુમતિ ગી અતિ લોભતે, ભક્તિ ગયી અભિમાન..
Posted in chintan | Leave a Comment »
Posted by Madhpudo on October 4, 2006
ભકત કવિ નરસિંહ મહેતાએ ગાયું : ”ઘડપણ કોણે મોકલ્યું ? જાણે જોબન રહે સૌ કાળ, ઘડપણ કોણે મોકલ્યું ?”
ના, બાળપણ કે જોબનિયું કાયમ રેહતું નથી. જીવનની આ સચ્ચાઇ તરફ ગાફેલ રેહનારા લોકો ઘડપણના વિચાર માત્રથી ગભરાઇ જાય છે,પણ એવું વિચારવું નહિ જોઇયે.
અંગ્રેજીમાં એક શબ્દ છે Gerontology એટલે કે વાધર્કય-વિદ્યા. વ્રુધ્ધાવસ્થાને વધાવવા સમયસર તૈયારી કરી હોય તો ખરે ટાંકણે પસ્તાવવા જેવું રેહતું નથી.
પ્રસિધ્ધ સાહિત્યકાર માર્ક ટ્વઇને કહયું છે કે તેમ, “ચહરા ઉપરથી કરચલીઓનું સામ્રાજય દર્શાવે છે કે
એક જમાનામાં ત્યાં હાસ્યની રેખાઓ હતી…” આ એકવીસમી સદીમાં તબીબી વિદ્યાએ હરણફાળે જે પ્રગતિ સાધી છે એ જોતાં દુનિયામાં વ્રુધ્દજનોની સંખ્યામાં ઉતરોતર વધતી હોય તેમ લાગે છે.ટ્રીનીટી કોલેજ ઇંસ્ટીટ્યુટ ઓફ ન્યુરોસાઇંસ ના ડીન જોન રોબ્ર્ટ્સને કરેલાં સંશોધન ઉપરથી જાણવા મળ્યું છે કે આજે ઘડપણ 50 કે 60 વર્ષે નહિ પણ 80 વર્ષે શરૂં થાય છે.આમ પચ્ચીસી જેવી યુવાનીના કાળ કરતાંય ત્રણ દાયકા જેવડો આ ફરક જેવો તેવો ન જ કેહવાય.
રોબ્ર્ટ્સને 1984માં મગજનાં કોષો ઉપર થતી વ્રુધ્ધાવસ્થાની અસરનો અભ્યાસ શરૂં કર્યો હતો.તેમણે કહ્યું છે કે 1999 સુધીમાં ઘડપણ આવવાની ઉંમર 82 સુધી થઇ ગઇ હતી.દુનિયાનાં ઘણાંય દેશોમાં વ્રુધ્દજનો સરોરાશ દસ વર્ષ નાનાં થઇ ગયા હોય તેમ લાગે છે.માણસનું મગજ કોઇ ઉંમરે અનુભવ,શાણપણ અને ચિંતનથી પરિપકવ થતું જાય છે.
પ્રાચીન કાળની રોમન પ્રજાની સરોરાશ આવરદા 22 વર્ષની અને યુરોપિયન પ્રજા વીસમી સદીનાં આરંભે 50 વર્ષની આવરદા ભોગવતી હતી.આજે બ્રિટેનની સાઠ વર્ષે પહોંચેલી મહિલા 83 વર્ષ જીવી જવાની આશા રાખી શકે. છેલ્લા સૈકાની આ અનોખી ક્રાંતિ ગણાવી શકાય. લોકોની આવરદા વધતી જાય છે. ભારતમાંજ વીસમી સદીના આરંભે માણસનું સરોરાશ આયુષ્ય 20 વર્ષનું મનાતું હતુ , એ આજે સાતમે દાયકે પહોંચ્યું છે.ફ્રાંસ જેવા દેશમાં વ્રુધ્ધોની સંખ્યા સાત ટકા હતી તેને બમણી થતાં 120 વર્ષ લાગ્યાં
એમ સમાજશાસ્ત્રીઓ કહે છે જ્યારે ભારતમાં 25 વર્ષોમાં તેની સંખ્યા બમણી થઇ ગઇ હતી.તેમાંથી 30 ટકા ગરીબી રેખાની નીચે અને એટલા જ ટકા તેનાં ઉપરના સ્તરે રહે છે. 80 ટકા વ્રુધ્ધો ગામડાંમાં રહે છે. 73 ટકા વ્રુધ્ધો અભણ છે અને તેઓ માત્ર મજુરી કરી જાણે છે. 60 ટકા વર્ષ વટાવી ચૂકેલી 55 ટકા સ્ત્રીઓ વૈધવ્ય પાળે છે અને તેઓને ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. ભારતમાં શતાયુએ પહોંચેલા લોકોની સંખ્યા બે લાખ જેટલી હોવાનો અંદાજ છે. આપણે સમજવું જોઇયેકે ઘડપણ કોઇ રોગ કે બિમારીનું નામ નથી પણ શરીરની અનેક જાતની સમસ્યાઓ કે નિરાશા વચ્ચે પણ ટકી રેહવાની એ આંતરિક શક્તિ છે.
Posted in My Random Thoughts, chintan | Leave a Comment »