સ્વસ્તિક એ હિંદુ ધર્મનું પ્રથમ માંગલ્ય પ્રતીક છે. આમ તો સંસ્ક્રુત શબ્દ સ્વસ્તિકા પરથી એ શબ્દ આવેલો છે પરંતુ કઇ સદીમાં તેનું ચિત્રાંકન થયું એ કહેવું મુશ્કેલ છે.
સ્વસ્તિકના ઘણા નમૂના ઇજિપ્ત, પર્શિયા, યુરોપ, ફ્રાંસ, જર્મની, સ્કોટલેંડ, આયર્લેંડ તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પથ્થર ઉપર કોતરાયેલા જોવા મળે છે. કહેવાય છે કે ગોરાઓએ પોતાના ધંધા માટે જમીન ખોદી ત્યારે બુધ્ધની મૂર્તિ સાથે સ્વસ્તિકનું પ્રતીક મળી આવેલું.: એ કોલંબસ પહેલાંની સદી અગાઉનું હોવાનું મનાય છે. એવું પણ અનુમાન થાય છે કે બૌધ્ધ ધર્મ કોલંબસ કરતાં પહેલાં અમેરિકાની ભૂમિ પર પહોંચ્યો હશે.
બ્રિટનમાં સ્વસ્તિકને ફિલકોટ કહેવામાં આવે છે. આનો અર્થ ત્યાંના લોકો ચાર પગવાળું કહે છે. સ્કેંડિનેવિયામાં તેને ઇશ્વરના હથોડાનું પ્રતીક ગણાય છે. તિબેટમાં ત્યાંના લોકો કપાળમાં અને હાથ ઉપર તેને છૂંદણાંરૂપે અંકિત કરાવે છે.સ્ત્રીઓ પોતાનાં વસ્ત્રો ઉપર તે છપાવે છે. જાપાનમાં હજારોની સંખ્યામાં સ્વસ્તિક જોવા મળે છે.
પ્રાચીન એશિયાના રાજદૂતોને આજે પણ સ્વસ્તિક આપવામાં આવે છે.અમોનિયાની કબરો પર અંકિત કરવામાં આવતા સ્વસ્તિક બુધ્ધ ભગવાનની મુદ્રા તરીકે ઓળખાય છે. અગાઉઅના ખ્રિસ્તીઓના ચર્ચમાંની ચીજો અને ચર્ચની બહારના બેલ ઉપર સ્વસ્તિકનું પ્રતીક જોવા મળે છે. તેઓ આત્માના ચાર તબક્કાની પ્રગતિનું પ્રતીક ગણે છે.
જૂના જમાનામાં ઋષિમુનિઓ અને શાસ્ત્રકારો મંત્રોની રચના કરતાં પહેલાં મંગલ કામના કરવા સ્વસિક અંકિત કરતા. દરેક શુભ કાર્યમાં બ્રાહ્મણો પ્રારંભમાં એક મંત્ર બોલે છે :
स्व स्ति न: इन्द्रोव्रुध्धश्रवा स्वस्तिना मूषा विश्व वेष: ,
स्वस्ति नस्ताक्क्ष्र्यो अरिष्ट नैमिनो ब्रुहस्पति दधातुं……
સ્વસ્તિકનો અર્થ શુભ અને લાભ થાઓ એવો થાય.. સ્વસ્તિક એ માનવ જીવનમાં મંગલ કાર્યનું સાક્ષી-પ્રતીક છે. તે પાંચ દેવોનો આધિપત્ય છે. બ્રહ્મા, શિવજી, ગણપતિ આદિ દેવોની તે આભારૂપ છે. તેની આક્રુતિ ઇશ્વરની સન્મુખ લઇ જાય છે.
ગુજરાતમાં સ્વસ્તિકમાં મયુરનું સંયોજિત કલાત્મક રીતે કરવામાં આવે છે અને રંગોની ક્રુતિમાં સીતાજીના કેશગૂંફનનો સંકેત દર્શિત થાય છે. બંગાળમાં અલ્પના નામે સાથિયા થાય છે; દક્ષિણ ભારતમાં કોલમના નામે સ્વસ્તિક આલેખાય છે. રાજસ્થાનમા માંડણા,, મહારાષ્ટમાં રંગોળી અને ગુજરાતમાં સાથિયા તરીકે તેનું ચિત્રાંકન થાય છે. તેની એકમેકની વિરુધ્ધ મુખાક્રુતિને નર-નારાયણના સ્વરૂપનું પ્રતીક કહેવાય છે. ચાર લીટીઓની ગતિ સ્વસ્તિકના સર્જનમાં માધુર્ય સર્જે છે. તેના ચારે ય ખંડને ચાર યુગના પ્રતીક માનવામાં આવે છે. સતયુગ, દ્વાપરયુગ,ત્રેતાયુગ અને કલિયુગમાં ચાર અવતારી પુરુષોનું આગમન થયું છે.