એને હંમેશાં પ્રકાશિત રાખો
આપણે ભગવાન પાસે પીવાનું થોડુંક પાણી માગ્યું. એણે હજારો નદીઓ, ઝરણાંઓ અને સરોવરો આપણને આપી દીધાં….
આપણે એની પાસે એકાદ ફૂલની માગણી કરી…એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી આપ્યા…..
આપણે છાંયડા માટે એની પાસે એક ઝાડ માગ્યું અને એણે આપણને મોટાં જંગલો આપી દીધાં….
આપણે કહ્યું કે…”હે ભગવાન, એકલું એકલું લાગે છે તો એણે આપણને કુટુંબ, સાથી-સંગાથી તેમજ મિત્રોની ભેટ મોકલી આપી….
કેવો દયાળુ છે એ? કેટલો બધો માયાળુ છે એ?એના ઉપર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો?
ભગવાન પ્રત્યેની શ્રધ્ધા તેમજ વિશ્વાસનું કોડિયું હંમેશાં સળગતું જ રાખો.પછી જુઓ કે અંધકારનો ડર
ક્યારે ય નહીં સતાવે. અને એ વાત પણ સત્ય જ છે કે આખા બ્રહ્માંડનું અંધારું એકઠું થાય ને તો પણ એક
કોડિયાને ક્યારે ય ઠારી શક્તું નથી….
(ઇંટરનેટના સૌજન્યથી)
સ્વાગત,
“સામટું આવે ભલે ને જગ નું અંધારું”
“તોયે હૈયાની હું હિંમત ન હારું ”
એ કોડિયું જ કહી શકે
પણ જીવન ની સાધારણ અને સમાંતર ગતિ ના પ્રવાહ માં શ્રધા થી તણાતા, વિશ્વાસ રાખવા માટે ધીરજ જોયશે..
એ ધીરજ ક્યાં થી ભેગી કરવી ?..
જે ધીરજ રાખી જાય છે .. તે સંત સાબિત થાય છે.. અને સંત ના સમાગમે મોક્ષ પમાય છે..
ધ્રુવ અને પ્રહલાદ ના દખલ આપણી સામે છે.. નરસિંહ મેહતા અને
મીરાં બાઈ અર્વાચીન યુગ ના સંતો એ પણ અખૂટ શ્રદ્ધા અને ધીરજ ના પુરાવા આપ્યા છે..
ભગવાન આપણને પણ એવી ધીરજ આપે એજ અભ્યર્થના..
અસ્તુ,
શૈલેષ મેહતા
સરસ ,
ધીરજ નો ફળ મીઠો
સરસ , ધન્યવાદ , બહુજ સારું સન્કલન
પ્રિય શૈલેશ્ભાઇ,
આભાર. ઇંટરનેટ ઉપર ઘણી વાર આવી રત્ન કણિકાઓ વાંચવા મળી જાય ત્યારે
મધપૂડોના વાચકો યાદ આવ્યા વિના ન રહે.
મજામાં ને?
દિગંબરભાઇ