આતમપંખી
Posted by Madhpudo on May 31, 2008
આ ત મ પં ખી
આતમપંખી પૂરાણું કાયા પીંજરે રે,
મુક્તિ કાજે ફફડાવે છે પાંખ રે,
અંત સમયે વે’લા આવજો રે..
વા’લા અંત સમયે હાથ ઝાલજો રે….
પાંચ તત્વોની ઘડી તેં આ પૂતળી રે,
એના ખેલ બધા તારે હાથ રે…..અંત સમયે0
કાયા કાચી માટીનું છે કોડિયું રે,
એમાં ભક્તિની પેટાવી દ્યો જ્યોત રે…અંત સમયે0
માયાનગરીમાં જીવ આ ભૂલો પડ્યો રે,
એને વૈરાગ્યની વાંસળી સંભળાવ રે… અંત સમયે0
હરિ હૈયાની હાટડી સૂની પડી રે,
ભજન ભક્તિનો આપી દે વેપાર રે…અંત સમયે0
તન તંબૂરો તૂ હી તૂ હી બોલતો રે,
તારી ક્રુપાની આપી દે કરતાલ રે…અંત સમયે0
કરુણાના સાગર કાન તમને વિનવું રે,
તારાં દર્શન્નાં આપી દે તું દાન રે….અંત સમયે0
–કલ્પના સ્વાદિયા.
jayeshupadhyaya said
સરસ સુંદર ભજન બહુજ ગમ્યુ
કલ્પનાબેન સ્વાદિયા કલ્પનાબેન સ્વાદિયા said
પ્રિય જયેશભાઇ,
આપને ભજન ગમ્યું અને એના વિશે આપના વિચારો લખ્યા એ બદલ આપનો આભાર માનું છું.
atuljaniagantuk said
શ્રી કલ્પનાબહેનની આ રચના આજે ભજનામૃતવાણી ઉપર મુકેલ છે.
http://bhajanamrutwani.wordpress.com/2009/05/19/aatam_pankhi/