આઘા રેજો
Posted by Madhpudo on September 27, 2006
સહ્યા સહેવાય નહી એવા, હ્રદયમાં ઘાવ વાગ્યા છે.
રૂઝવ્યા ના રૂઝાય એવા, એ ઘા કારી છે.
જિગરના ઘા’વ ના ચૂમશો , ઘવાય એ થી વધૂ જશે;
જરા એ ઘાવથી દૂર રેજો ,એનું દર્દ ભારી છે.
જખ્મ પર જખ્મોં સહેવા ,એતો અમ દિલનું વ્યસન છે.
જરા સચવજો એથીઅમને, એનો નશો ભારી છે.
હ્રદય ભગ્ન છે મારું , સાંધાની કોશિશ ના કરશો;
તમારા નયનો બંધ કરજો, એનું દ્રશ્ય દારૂણ છે.
ઝંઝામાં ઝઝૂમતું જીવન,ગમની મહેફિલ સજાવે છે.
તમે બેધ્યાન ત્યાં બનજો , એનું સંગીત વસમું છે.
આ છે વેદના મારી ,એને અંતરે ના ધરજો;
વિચારસો ના તમે મનમાં, કવનમાં કલ્પના કેવી છે?
કલ્પના સ્વાદિયા
pravina Avinash said
હ્રદયના ઘા કોઈને ના બતવશો
તે ઘાનું કોઈ સમક્ષ પ્રદર્શન ના કરશો
એની મેળે તે રૂઝાઈ જશે
તેના પર કોઈ ડોક્ટર કે વૈદની
દવા કામ નહી લાગે
‘સમય’ જેવું કોઈ રામબાણ ઈલાજ નથી