ચકા ચકી એ માળો એક બાંધીયો રે લોલ, એમાં રમતાંતાં બચ્ચાં ત્રણ રે……ચકા ચકી0 ચકો ચકી તો ચણ વીણી લાવતાં રે લોલ, એની પાંખો માં થાક ન વર્તાય રે…ચકા ચકી0 પાંખો ફૂટી ને બચ્ચાં લાગ્યાં ઊડવા રે લોલ, ચકા ચકી નો હરખ ન માય રે… ચકા ચકી0 એક બચ્ચું ઊડી ને બેઠું ડાળીએ રે લોલ, બીજું બચ્ચું ઊડી ગ્યું દૂર દૂર જો… ચકા ચકી0 નાનું બચ્ચું મા ને પૂછે વાતડી રે લોલ, માડી મારે પણ જાવું પરદેશ રે…ચકા ચકી0 ચકા ચકી માળામાં બેઠાં એક્લાં રે, હવે યાદોં નું મ્યુઝિયમ એની પાસ જો…ચકા ચકી0 ચકી બચ્ચાંના વિરહ માં તો ઝુરતી રે લોલ, મારાં બાળુડાં કેમ થયાં દૂર રે…ચકા ચકી0 ચકો ચકી ને ધીરજ બંધાવતો રે લોલ, કોણ માત ને કોણ એના તાત રે…ચકો ચકી0 કોનાં બચ્ચાં ને કોણ એની માવડી રે લોલ, આ તો રૂણાનાબંધના સૌ ખેલ રે…..ચકા ચકી0 માની મમતા ની વરસતી વાદળી રે લોલ, મારાં બચ્ચાં ને ન આવે ઊની આંચ જો…ચકા ચકી0
ચકો ચકી પ્રભુ ને વિનવે રે લોલ, કરુણા કરી તમે રેજો સાથ જો ચકા ચકી0 રચયિતા: ક્લ્પના સ્વાદિયા