વીસમી સદીનો તારો છેલ્લો જન્મદિવસ ગઇકાલે ગયો ત્યારે મેં અને મમ્મીએ તારા પ્રિય ગાયક જગજીતસિંઘનો સોની ટીવી ઉપરથી તેણે જ રજુ કરેલો. બે કલાકનો ગઝલોનો કાર્યકર્મ ‘રિવાઇવલ’ ખૂબ માણ્યો અને અમારી સાથે જ તું પણ બેઠો હોય એવો અનુભવ મનમાં માણ્યો.
જગજીતે અમારી ભાવનાઓનો પડયો :
હમસે આયા ન ગયા,તુમસે બુલાયા ન ગયાં
અને તલતની એ ગઝલનાં વિચારોમાં અમે ખોવાઇ જઇએ ત્યાંજ જગજીતે તારા વિચારો ઝડપી લીધાં
યહ દૌલતભી લે લો,યહ શૌહરત ભી લે લો,ભલે છીનલો મુઝસે મેરી જવાની,મગર મુઝકો લૌટાદો બચપન કા સાવન વહ કાગઝ કી કશ્તી,વો બારિશ કા પાની…
તારી આવી માગણી સાંભળીને જગજીતે જવાબ આપ્યો.
આદમી આદમીકો કયા દેગા,જો ભી દેગા,વોહી ખુદા હોગા,
ઝિદંગીકો કરીબસે દેખો,ઇસકા ચેહરા તુમ્હેં રૂલા દેગા.
જગજીત સાથે તારી આ વાત ચાલતી હતી ત્યાં જ અધવચ્ચે તેણે મમ્મીને પણ કહયું
બાત નિકલેગી તો ફિર દૂ..ર તલક જાયગી,લોગ બેવજહ ઉદાસીકા સબબ પૂછેંગે,
એના શબ્દો સાંભળતાં જ તને સંભળાવવા માટે જગજીતે શરૂ ક્ર્યું
અપને હોઠોં પર સજાના ચાહતા હું,આ તુઝએ મૈં ગુનગુનાના ચાહતા હું.
કોઇ આંસુ તેરે દામન પર ગિરા કર,બૂંદ્કો મોતી બનાના ચાહતા હું.
થક ગયાં મૈં કરતે કરતે યાદ તુઝકો, અબ તુઝેં મૈં યાદ આના ચાહતા હું આખરી હીચંકી તેરે જાનોં પે આયે,મૌત ભી મૈં શાયરાના ચાહતા હું.
તેની આ પંક્તિઓ સાંભળીને મેં તેને ગઝલ અને નઝમનો ફરક પૂછ્યો.તેણે સમજાવ્યું કે ગઝલનાં શેરમાં અલગ અલગ વિષય હોય છે,જ્યારે નઝમમાં આખી એક જ વિષયની હોય છે,આના અનુસંધાનમાં તેણે જિગર મુરાદાબાદીની આ ગઝલ સંભાળાવી :
ઇશ્ક કી દાસ્તાં હૈ પ્યારે,અપની અપની જુબાં હૈં પ્યારે,
હમ ઝમાનેસે ઇંતકામ તો લેં,ઇક હસીંન દરમિયાન હૈં પ્યારે.
તૂં નહિં મૈં હું,મૈં નહિં તૂ હૈં અબ કૂછ ઐસા ગુમાં હૈં પ્યારે.
રખ કદમ ફૂંક ફૂંક કર નાદાન,ઝર્રે ઝર્રે મેં જાન હૈ પ્યારે.
ત્યાં જગજીતે સંભળાવ્યું :
ન કોઇ દોસ્ત હૈ ન રકીબ હૈ,તેરા ચહેરા કિતના અજીબ હૈ
વો જો ઇશ્ક થા વો ઝનૂન થા યહ જો હિજ્ર હૈ યહ નસીબ હૈ.
મૈ કિસસે કહુંકે મેરે સાથ ચલ, યહાં સબકે સબ સલીબ હૈ,
યહાં કિસકા ચહેરા પઢા કરૂં,યહાં કૌન કિતના કરીબ હૈ ?
તુઝે દેખ કર મૈ હું સોચતા તુ હબીબ હૈ,….વહ રકીબ હૈ…..
આપણે જગજીતનાં વખાણ કરયા ત્યારે તેણે કહયું
“હર તરફ હર જગહ બેશુમાર આદમી, ફિર ભી તન્હાઇયો કા શિકાર આદમી,સુબહસે શામ તક બોજ ઢોતા હુઆ,અપની હી લાશ કા ખુદ મઝાર આદમી..રોઝ જીતા હુઆ,રોઝ મરતા હુઆ હર નયે દિન નયા ઇંતઝાર આદમી.ઝિન્દગી કા મુક્ક્દર સફર દર સફર આખરી સાંસ તક બેકરાર આદમી…..”
શિયાળાની ગુલાબી ઠંડી પ્રસરાવતી રાત પણ જાણેકે એક ખૂણાંમાં લપાઇને “દાગ”નો શેર માણી રહી હતી :
ગઝબ કિયા તેરે વાદે પે ઇંત્ઝાર કિયા,તમામ રાત કયામત કા ઇંતઝાર કિયા.
આપણે જગજીતને કહયું, “ગઝલ કા કૈફ ચઢ રહા હૈ ઔર ઇસ મે આવાઝ કા નશા કુછ ઔર હી હૈ….”
”ઠુકરાવો અબ કે પ્યાર કરો,મૈં નશે મેં હું, જો ચાહો મેરે યાર કહો,મૈં નશે મેં હું
અબ ભી દિલા રહા હું,યકિને વફા મગર મેરા ન ઇંત્ઝાર કરો,મૈં નશે મેં હું.
દિન મેં તો તુમ મુઝે મેરે સાગર સંભાલ દો,ઇતના તો મેરે યાર કરો,મૈં નશે મેં હું… મુઝ કો કરમ કરમપે ભટકને દો,વાયદો તુમ અપના કારોબાર કરો,મૈં નશે મેં હું. ફિર બેખુદીમેં હદસે ગુજરને લગા હું મૈં, ઇતના ન મુઝસે પ્યાર કરો મૈં નશેમેં હું”…..