શીખી લે તરુવરથી…..
Learn from the tree, oh people, learn from the tree;
It bears no grudge against those who chop its limbs,
Nor love for those who water its roots;
It stands aloof ever willing to give;
Learn from the tree, oh people, learn from the tree
Strike it with a rock,
And receive fruit in return,
It willingly bears summer’s heat and winter’s cold;
And protect those who seeks its shelter,
Learn from the tree, oh people, learn from the tree.
*****
ગાંધીનગરમાં 4 ઓગસ્ટ 2000 ના રોજ ઉપર લખેલી પંક્તિઓ વાંચીને સ્ફૂરેલો
ભાવાનુવાદ અત્રે રજૂ કર્યો છે.
શીખી લે તરુવરથી એ વાત, મનવા, શીખી લે એ વાત;
વધ કરનાર સામે ય જેના મનમાં રંજ નથી;
જળ સંચનાર તરફ તેના મનમાં અનુરાગ નથી;
તે વિરક્ત રહીને પણ સદા કંઇ ને કંઇ આપતાં જ રહે છે;
પત્થર ફેંકનારને આપે છે ફળ;
ધોમ તાપ સહે ને ધ્રૂજે શિશિર સુસવાટે,
આપે શીતળ છાયા આશ્રય આગનારને;
શીખી લે તરુવરથી એ વાત, મનવા, શીખી લે એ વાત.
દિગંબર સ્વાદિયા